All Stories

પાટણના પટોળા નહીં, ગરમા-ગરમ રબડીનું મહાકુંભમાં આકર્ષણ

પાટણના પટોળા વિશ્વપ્રસિદ્ધ છે, પરંતુ આજકાલ પાટણની રબડી દુનિયાના સૌથી મોટા કુભમેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંતો, મહંતો મુનિઓ અને મહાત્માઓ તેમના આકર્ષક પોશાક અને અનોખી સાધનાને કારણે ચર્ચામાં છે. તેમાંના એક ગુજરાતના પાટણના મહંત દેવગિરિજી મહારાજ છે. મહાનનિર્વાણી અખાડાના મહંત તેમની અનોખી રબડી પ્રસાદની સેવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

ગુજરાતથી પ્રયાગરાજ આવેલા મહંત દેવગિરિજી મહારાજ તેમના છાવણીની બહાર એક તપેલીમાં જાતે જ રબડી બનાવે છે. છાવણીમાં આવતા ભક્તોને તેઓ વિનામૂલ્યે રબડી પ્રસાદ વહેંચી રહ્યા છે. આ અનોખી સેવાના કારણે તેઓ રબડી વાલે બાબા તરીકે પણ ઓળખાય છે.

મહંત દેવગીરીજી જણાવે છે કે "દરરોજ અમે લગભગ 150 લિટર દૂધમાંથી રબડી બનાવીએ છીએ. આ મારો પાંચમો કુંભ છે અને હું કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિએ મોટી સંખ્યામાં મહાકુંભમાં જોડાવું જોઈએ અને સ્નાન." કરવું જોઈએ." તેમણે કહ્યું કે હું ૧૩ વર્ષનો હતો ત્યારે સન્યાસ લીધો હતો. હવે હું ૫૩ વર્ષનો છું. હું લોકોને અહીં આવવા અને સનાતન ધર્મનું જ્ઞાન મેળવવા અપીલ કરુ છું”.

દેવગિરિજી મહારાજે ઉમેર્યુ હતું કે “મારી પાસે 15 વીઘા ખેતીની જમીન છે અને હું પોતે ખેતી કરું છું. હું મારા પોતાના સંસાધનોમાંથી દાન આપવાની વ્યવસ્થા કરું છું અને જેના માટે કોઈની આર્થિક મદદ લેતો નથી“.

રબડીવાલે બાબાએ 2019 માં આયોજીત મેળામા દોઢ મહિના સુધી ભગવાન કપિલ મુનિને રબડી ચઢાવી હતી. આ વર્ષે 9 ડિસેમ્બરથી મહાકુંભમાં રાબડી બનાવવાનું શરૂ થઈ ગયું છે. રબડીનો પ્રસાદ ૩૩ કરોડ દેવી-દેવતાઓને ચઢાવવામાં આવે છે. ત્યારબાદ સૌ સાધુઓ સંતોને રબડીનું વિતરણ કરવામાં આવે છે.

All Stories