Logo

Adani @ Rath Yatra

All Stories

‘રથ એક જીવન દર્પણ’ દોરડાથી નહીં, હૃદયથી ખેંચાય છે રથ!

રથયાત્રા માનવમાત્રને સમાન ભાવે રાખીને થતી દુર્લભ ઉજવણી છે. જગન્નાથપૂરીની રથયાત્રા એક એવો ઉત્સવ જ્યાં દેવતાઓ બીમાર પડે છે. સ્નાનપૂર્ણિમાના ભવ્યસ્નાન પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા "બીમાર પડે છે" અને 15 દિવસ સુધી જાહેર દર્શનથી દૂર રહે છે. માન્યતા છે કે 108 ઘડા પાણીથી સ્નાન કર્યા બાદ ભગવાન અનાસરા કાળ તરીકે ઓળખાતા તાવથી પીડાય છે.

અનાસરા કાળ દરમિયાન, 'ફિતા' નામની એક વિધિ કરવામાં આવે છે, જેમાં દેવતાઓને હર્બલ દવાઓ લગાવવામાં આવે છે. તેમને ફળોનો રસ અને ખાસ ચોખાની વાનગી અર્પણ કરવામાં આવે છે, જે બીમારી દરમિયાન લોકોને મળતી સાર સંભાળને પ્રતિબિંબિત કરે છે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત તો એ છે કે, જ્યારે તેઓ બીમાર હોય છે, ત્યારે પટ્ટા ચિત્રના કલાકારો અનાસરા પતિ નામના ભગવાનની છબીઓ બનાવે છે.

રાજ્યના સૌથી શક્તિશાળી એવા પુરીના ગજપતિ મહારાજ છેરા પહાણરા દરમિયાન એક સફાઈ કામદારની જેમ સોનાની સાવરણીથી રથની ડેક સાફ કરે છે. રાજા ઉઘાડા પગે અને મુગટ વિના આ વિધી કરે છે. જે દર્શાવે છે કે "બ્રહ્માંડના નાયક" જગન્નાથ સામે રાજવી પણ એક સામાન્ય માણસ જ છે.

દર વર્ષે, જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ મહારાણા અને ભોઈ તરીકે ઓળખાતા પરંપરાગત કારીગરો બનાવે છે. લીમડાના લાકડાનો ઉપયોગ કરીને 40 ફૂટ ઊંચા રથ, એક પણ ધાતુના ખીલા વિના બનાવવામાં આવે છે. આસ્ચર્ય તો એ વાતનું છે કે, તે સુથારોને ક્યારેય ઔપચારિક તાલીમ આપવામાં આવતી નથી.

રથનું સંચાલન એક એવુ રહસ્ય છે જેને વિજ્ઞાન પણ સમજાવી શકતું નથી. તેના વિશાળ કદ અને સંચાલન પદ્ધતિનો અભાવ હોવા છતાં, લગભગ 3 કિમી વાંકાચૂકા અને અસ્તવ્યસ્ત માર્ગ પર મુસાફરી કર્યા પછી તે ગુંડીચા મંદિરના પ્રવેશદ્વાર પર ગોઠવાય છે. વિશાળ રથો મુખ્ય જંકશન પર દિશા કેવી રીતે બદલે છે તેની કોઈ તાર્કિક સમજૂતી નથી.

મૂળ ઓડિશાની રથયાત્રા વૈશ્વિક બની ગઈ છે. ઇસ્કોન અને વિશ્વભરના જગન્નાથ ભક્તો દ્વારા આ યાત્રા લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર, ન્યુ યોર્કના ફિફ્થ એવન્યુ, ડર્બન, સિડની, પેરિસ અને ટોક્યોમાં ઉજવવામાં આવે છે.

ઈતિહાસ જોઈએ તો, શરૂઆતથી અત્યાર સુધી રથયાત્રાને ક્યારેય રોકી શકાઈ નથી. અંગ્રેજો પણ તેની આધ્યાત્મિક શક્તિ અને સામૂહિક આકર્ષણથી ડરતા હતા. ૨૦૨૦ માં વૈશ્વિક રોગચાળા વચ્ચે, આ ઉત્સવ તેના સૌથી ઓછા સ્વરૂપમાં યોજાયો હતો.

‘રથ એક જીવન દર્પણ’: રથયાત્રા એટલે માત્ર રથ ખેંચવો એ જ નથી; તે અહંકાર છોડીને એક બનવા અને અદ્રશ્ય શક્તિમાં વિશ્વાસ રાખવાનું પ્રતિક છે. રથ આપણી જીવનની યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે. તે અજાણ્યા વળાંકો, ચકરાવો અને પ્રસંગોપાત અસ્થિરતાથી ભરેલું છે. તે દોરડાથી નહીં, પરંતુ સાચા હૃદયથી ખેંચાય છે. જે લાખો લોકોને એકતાના પવિત્ર તાંતણામાં બાંધે છે.

All Stories