Adani @ Rath Yatra
દુનિયાના સૌથી મોટા અને પવિત્ર જગન્નાથપુરીના રસોડાનું મહાત્મ્ય
જગન્નાથપુરીનો મહાપ્રસાદ જ્યાં તૈયાર કરવામાં આવે છે તે દુનિયાનું સૌથી મોટું અને
પવિત્ર રસોડું છે. તે માત્ર ‘વિશાળ, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ’ જ નથી પણ ‘સ્થાયી’
સ્વભાવનું પણ છે. અહીં મૂળભૂત સુવિધાઓ અને જૂના મૂલ્યો કાળજીપૂર્વક નિર્ધારિત કરવામાં
આવ્યા છે. માનવામાં આવે છે કે પવિત્ર રસોડાનો ક્યારેય ન બુઝાતો અગ્નિ સતત અનાદિ કાળથી
પ્રજ્વલિત છે.
11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે જગન્નાથ મંદિરનું રસોડું શરૂ થયું હતું. ત્યારે
જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં હતું. અનેક પરિવારો પેઢીઓથી માત્ર ભોજન
બનાવવાનું જ કામ કરી રહ્યા છે. કેટલાક લોકો મહાપ્રસાદ બનાવવા માટીના વાસણ બનાવે છે.
કારણ કે રસોડામાં બનાવવામાં આવતા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે દરરોજ નવા વાસણનો ઉપયોગ
કરવાની પરંપરા છે.
૮૦ ફૂટ પહોળાઈ અને ૧૦૦ ફૂટ લંબાઈ ધરાવતા રસોડામાં ૨૪૦ ચૂલા છે. ૩ પ્રકારના ચૂલા પૈકી
મહાપ્રસાદ માટે ૨૦ ચૂલાનો ઉપયોગ થાય છે. મંદિરની રસોઈમાં શાકભાજીની મંજૂરી નથી. રસોડાની
અંદર કડક શિસ્ત અને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે.
બ્રાહ્મણ રસોઈયાએ સ્નાન કર્યા પછી જ સુઘડ અને સ્વચ્છ કપડાંમાં મૂછ, દાઢી વગર અને
વીંટી-દોરો પહેર્યા વિના આવવાનું હોય છે. રસોડામાં કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો સેવન
કરી શકતા નથી. મજાક મસ્તી કે મોબાઇલ જેવા ઉપકરણો રાખવા પર સખત પ્રતિબંધિત છે. ભગવાનને
દરરોજ 6 વખત ભોગ ધરાવવામાં આવે છે. જેમાં 56 પ્રકારના પકવાન સામેલ હોય છે. ભોગ પછી આ
મહાપ્રસાદ મંદિર પાસે જ રહેલ આનંદ બજારમાં વેચાય છે.
રસોડામાં ભાત તૈયાર થવામાં ૧૨ મિનિટ લાગે છે અને દાળ તેમજ કરી પણ ચૂલા પર મૂક્યા પછી ૧૩
થી ૧૫ મિનિટ લે છે. 175 ચૂલા દ્વારા 15 મિનિટમાં 17,500 લોકો માટે ચોખા તૈયાર થાય છે.
રસોડું સવારે ૯ વાગ્યે શરૂ થાય છે અને ભગવાનને યોગ્ય રીતે અર્પણ કર્યા પછી શ્રદ્ધાળુઓને
સવારે ૧૧.૩૦ વાગ્યાથી પ્રસાદ આપવામાં આવે છે. પુરી મંદિરમાં દરરોજ સરેરાશ ૨૫,૦૦૦ થી
૩૦,૦૦૦ લોકો આવે છે. વળી ખાસ તહેવારોમાં ૧ લાખથી વધુ યાત્રાળુઓનો હોય છે.
મહાપ્રસાદની દૈવી વિશિષ્ટતાઓના કારણે સેંકડો વર્ષોથી કરોડો શ્રદ્ધાળુઓ ધોધ અવિરત રહ્યો
છે. મહાપ્રસાદ સાથે સંકળાયેલા લોકોને તેની સેવાથી અઢળક ફાયદો થયો છે. રસોઈ પદ્ધતિમાં
સુધારા લાવવાનો કોઈ અવકાશ નથી કારણ કે ભોજન ભગવાનની જરૂરિયાત મુજબ સ્વચ્છતાના ધોરણોને
અનુસરીને અત્યંત ભક્તિ અને નિષ્ઠાથી તૈયાર કરવામાં આવે છે.