Logo

Adani @ Rath Yatra

All Stories

રથયાત્રાના દર્શન કરી ધન્યતાનો અનુભવ: ગૌતમ અદાણી

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છે. રથયાત્રાનો સૌથી મોટો કાર્યક્રમ ઓડિશાના પુરીમાં ચાલી રહ્યો છે. જેમાં દેશવિદેશના ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ પરિવાર સાથે ભગવાન જગન્નાથના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ગૌતમ અદાણી પરિવાર સાથે જગન્નાથ રથયાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણીએ પણ જગન્નાથપ્રભુના દર્શન અને આશિર્વાદ મેળવ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથના ભવ્ય અને અલૌકિક રથના દર્શન કર્યા હતા. મહાકુંભની જેમ અદાણી ગ્રુપે પુરીની રથયાત્રામાં પણ ભક્તો માટે 'મહાપ્રસાદ સેવા' શરૂ કરી છે. ગૌતમ અદાણીએ તેને "અતિશય ગર્વ અને સંતોષની બાબત" ગણાવી હતી.

ભગવાનના દર્શન બાદ તેઓ ઇસ્કોનના રસોડામાં જઈ ભક્તજનોને મહાપ્રસાદ પણ પીરસ્યો હતો. આ રસોડામાં, રથયાત્રા દરમિયાન લગભગ 40 લાખ ભક્તો માટે ભોજન તૈયાર કરવામાં આવશે. ગૌતમ અદાણીએ રથયાત્રામાં ભાગ લેવાનો અનુભવ શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેમણે લખ્યું છે કે, “મહાપ્રભુ શ્રી જગન્નાથજીની દિવ્ય રથયાત્રા જોવાની તક મળી તે બદલ હું ધન્યતા અનુભવુ છું. ભક્તોમાં ભગવાનને વ્યક્તિગત રૂપે જોવું એ નમ્રતા, સરળતા અને કરુણાની પરાકાષ્ઠાનો અનુભવ છે”.

અદાણી ગ્રુપના ચેરમેને આગળ લખ્યું કે “આ રથયાત્રા શ્રદ્ધા, સેવા અને એકતાનું એક વિશાળ સ્વરૂપ છે, જે મન, બુદ્ધિ અને આત્માને આનંદિત કરે છે. પુરીની પવિત્ર ભૂમિ પર લાખો ભક્તો સાથે આ અદ્ભુત અનુભવનું સાક્ષી બનવું મારા જીવનની અમૂલ્ય યાદોમાં હંમેશા સમાયેલું રહેશે”.

ગૌતમ અદાણીએ રથયાત્રાના આયોજનમાં સામેલ તમામ સમર્પિત કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે “હું રાજ્ય સરકાર, પુરી વહીવટીતંત્ર અને હજારો સમર્પિત સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમના સમર્પણ અને શિસ્તને કારણે આ કાર્યક્રમ આટલી ભક્તિ અને ભવ્યતા સાથે યોજાઈ રહ્યો છે. મહાપ્રભુના આશીર્વાદ હંમેશા ભારત અને ભારતીયો પર બની રહે તેવી જગન્નાથ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય જગન્નાથ!”

પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થયેલી પવિત્ર રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા સાથે, ગુંડિચા મંદિર સુધી રથ પર મુસાફરી કરે છે. ત્યારબાદ, ભગવાન તેમના મૂળ સ્થાન પર પાછા ફરે છે. આ યાત્રા 8 જુલાઈ સુધી ચાલુ રહેશે.

All Stories