Adani @ Rath Yatra
દરિયાનો નગરપ્રવેશ અટકાવતા પુરીના હનુમાનજી જગન્નાથની બેડીઓમાં બંધાયા
જગન્નાથપુરીના ચમત્કારિક મંદિર આસપાસ પણ કેટલાય રહસ્યમય મંદિરો આવેલા છે, જેમાંથી એક
હનુમાનજીનું મંદિર છે, જ્યાં
તેમની મૂર્તિને સાંકળોથી બાંધીને રાખવામાં આવી છે. સમુદ્રકિનારે બેડી હનુમાનનું પ્રાચીન
અને પ્રસિદ્ધ મંદિર આવેલુ છે.
હનુમાનજીને સાંકળોથી બાંધેલાં હોઈ, તેમનાં દર્શન કરવા માટે અસંખ્ય ભક્તો આવે છે.
જગન્નાથ મંદિરની પશ્ચિમે દરિયા કિનારે એક બેડી હનુમાન મંદિર છે, તેનું બીજું નામ દરિયા
મહાવીર મંદિર
છે. દરિયાકિનારે આવેલું હોવાથી તેને દરિયા મહાવીર મંદિર કહેવાય છે. આ મંદિરમાં
બજરંગબલીની મૂર્તિ
સાંકળથી બાંધેલી છે.
ભગવાનને સાંકળોમાં બાંધવાની વાત તમને આશ્ચર્યચકિત કરશે કે આટલી હિંમત કેવી રીતે કરવામાં
આવી.
તેની પાછળનું કારણ શું છે? દંતકથાઓ અનુસાર, ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણએ આ કર્યું
હતું.
ચાલો જાણીએ આખી વાર્તા..
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે એકવાર દેવતાઓ, મનુષ્યો અને ગંધર્વોને ભગવાનના દર્શન કરવાની
ઈચ્છા
જાગી. તેઓ ભગવાન જગન્નાથના દર્શનાર્થે પહોંચ્યા ત્યારે સમુદ્રને પણ જગતના નાથના દર્શનની
ઈચ્છા
થઈ, દરિયાએ અનેકવાર મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી જેના કારણે મંદિર અને ભક્તોને ભારે
નુકસાન
વેઠવુ પડ્યું હતું. સમુદ્રના પ્રકોપથી મંદિરને બચાવવા માટે દરિયા કિનારે હનુમાનજીને
સુરક્ષા માટે તૈનાત
કરવામાં આવ્યા હતા.
જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા જતા ત્યારે હનુમાનજી નગરરક્ષા છોડીને શહેરમાં જતા હતા.
તેવામાં તક મળતાં જ સમુદ્ર પણ
શહેરમાં આવતો હતો. હનુમાનજીને વારંવાર દર્શન માટે નગરમાં આવતા અટકાવવા જગન્નાથજી કોઈ
ઉપાય વિચારી શકતા ન હતા.
તેથી જગન્નાથે હનુમાનજીને દરિયા કિનારે બેડીઓથી બાંધી દીધા અને કહ્યું કે હવેથી તમે
અહીં જ રહીને મારા મંદિરનું રક્ષણ કરશો.
ત્યારથી, ભગવાન હનુમાનનું મંદિર (બેડી હનુમાન મંદિર પુરી) એ જ દરિયા કિનારે છે અને
બજરંગબલી મંદિરમાં બેડીઓમાં
બંધાયેલા છે.
માન્યતા છે કે હનુમાનજીને બેડીઓમાં બાંધ્યા બાદ દરિયાના મોજા શહેરમાં આવવાના બંધ થઈ ગયા
અને મંદિર પણ સુરક્ષિત બન્યું.
એટલું જ નહી, પુરી ધામમાં પ્રવેશ્યા પછી, સમુદ્રનો અવાજ તમારા કાન સુધી પહોંચતો નથી.
લોકમાન્યતા છે કે આજે પણ
હનુમાનજી સમુદ્રને જગન્નાથ ધામ સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જ સમુદ્રનો અવાજ ધામની
અંદર પહોંચતો નથી.